લાગણી નહી આવે
લાગણી નહી આવે
1 min
102
પ્રતિક્ષા રહેશે વર્ષોની પણ લાગણી નહી આવે,
અભડાયું એકાંત શાંતિની માગણી નહી આવે.
તારા બોલને શ્વાસ ગણી વિશ્વાસ ગણ્યો,
હવે કયારેય સબંધની માપણી નહી આવે.
મોહરું બનાવી બીજાનુ સ્વમાનને ઠેસ આપી,
પણ માણસના ભરોસાની વાવણી નહી આવે.
રહેલા અધૂરા જીવતર માટે વચન લેવાયાં,
હવે તેમાં પ્રાણ રુપી સોપણી નહી આવે.
માનવ અવતારે જયાં શંકાના બીજ રોપયાં,
જીવને ત્યાં સાત્મ્યની છાવણી નહી આવે.