લાગે મને
લાગે મને

1 min

363
સઘળે ઉદાસીની હવા જો ચાલતી લાગે મને,
ઇચ્છા બધીયે શૂળ માફક ખૂંચતી લાગે મને,
ક્યાં ચેન આપે છે હવાની ખૂશ્બુ પણ એકાંતમાં,
દાઝ્યા ઉપર તો ડામ જાણે આપતી લાગે મને,
તારા મઢેલી રાત જાણે મૂક સાક્ષી છે જુઓ,
એ દર્દમાં મારા સદાયે જાગતી લાગે મને,
ના રાખતી મનમાં જરીયે કોઇ જો જીજીવિષા,
આ જિંદગી પણ ડંખ ઝેરી મારતી લાગે મને,
શૂળી ઉપર લટકાવશે લોકો કદી ઈસુ ગણી,
મારી હયાતી પણ હવે તો છૂટતી લાગે મને.