લાગે છે
લાગે છે
1 min
322
બોલવાની નયનને લત લાગે છે,
મૌનમાં શબ્દોની ક્યાં "અછત" લાગે છે,
લખું છું હૃદયવેદના કાગળે,
સામે સાવ સાદી "ગઝલ" લાગે છે.
નીકળ્યો હતો સફરે લઇ કાફલો,
સ્થિતિ એવી..જળ પણ "મૃગજળ" લાગે છે,
નશો હતો પ્રેમનો કેવો ભીતર,
નીરખું ભીતર તોય "લત" લાગે છે.
દીવાનો ખુદમાં હતો એ...જીવંત,
પણ આ દુનિયાને એ "પાગલ"લાગે છે,
નીરખી નયનોમાં ભરપૂર વેદના,
બાકી આમતો માણસ "સખત" લાગે છે.
