Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Kalpesh Vyas

Children Stories Tragedy Classics


2.1  

Kalpesh Vyas

Children Stories Tragedy Classics


... લાગે છે.

... લાગે છે.

1 min 205 1 min 205


આજકાલ જીવન, હવે જુદું-જુદું લાગે છે,

ક્યારેક શાંતિ, તો ક્યારેક સુનુ-સુનુ લાગે છે,


એ જે ક્યારેક બહું નવું-નવું લાગતું હતું,

કોણ જાણે કેમ, હવે જુનું-જુનું લાગે છે ?


ફ્રિજનાં પાણીની આદત પડી છે એવી,

કે માટલાનું પાણી હવે ઊનુ-ઊનું લાગે છે,


મંચાઉ સૂપનો ચટાકો લાગ્યો છે એવો,

હવે ઘરનું ટૉમેટો સૂપ ફીકું-ફીકું લાગે છે,


શેઝવાન, ચિલ્લી-સૉસ, સીસકારા લઈ ખવાય છે,

પણ ઘરે બનાવેલું શાક હવે તીખું-તીખું લાગે છે.


Rate this content
Log in