કયારે મળીશું ?
કયારે મળીશું ?
પ્યાસ પૂછે થઈ અધીરી એ જ કે ક્યારે મળીશું ?
અશ્રુ ખૂટે થઈ ઉધારી એ જ કે ક્યારે મળીશું ?
યાદ સૌ ટોળે વળીને રાહ જોતી દ્વાર સામે,
ભાવ કહેતું લે ઉગારી એ જ કે ક્યારે મળીશું ?
શાંત ઉરમાં સર્વ કોલાહલ કરે છે લાગણીઓ,
સંગ ચાહત તો વધારી, એ જ કે ક્યારે મળીશું ?
આશ બાંધી છે વચન પર આવવાનું જે કહી ગયાં,
રોજ સાંધીને મઠારી, એ જ કે ક્યારે મળીશું ?
રામ તું, ભગવાન તું, સ્વામી થઈ દિલમાં વસ્યો જે,
બાંહ ફેલાવી વિચારી, એ જ કે ક્યારે મળીશું ?
પાંપણો પર અશ્રુઓને સૂકવીને કોસતું મન,
વેદના રડતી બિચારી, એ જ કે ક્યારે મળીશું ?
માફ કરશો હોય જો અપરાધ મારા, પ્રેમ માની,
સાદ પાડે એક બારી, એ જ કે ક્યારે મળીશું ?
