કયારે મળીશું?
કયારે મળીશું?
1 min
12K
ફરી ક્યારે મળીશું?
એ જ સવાલથી, જલદી મળીશું.
સમયને તારા સંભારણા સંભળાવી,
મારા સ્નેહના અવિરત ધારાથી,
વિસ્મય બનાવી, જલદી મળીશું.
હું તારોને તું મારો છે એક શ્વાસ,
જોડે હશે કુદરતનો શુદ્ધ સાથ
કામદેવને રતિ પણ આપે સાથ
તેવા પવિત્ર થઈ ફરી મળીશું.
શ્રદ્ધાની સાંકળને, રાધાની જેમ
હૃદયમાં વસાવીને રોજ મળીશું ફરી
કયારે મળીશું? ...
આપણે રોજ રોજ મળીશું.
