STORYMIRROR

Kaushal Sheth

Others

4  

Kaushal Sheth

Others

ક્યાં મળે છે ?

ક્યાં મળે છે ?

1 min
351

દિવાલોની પાછળ ઘર ક્યાં મળે છે ?

સંબંધોય ઉષ્માસભર કયાં મળે છે ?


ઉતાવળના અંજામ જોયા છે કાયમ,

ઘટે છે ખરેખર સબર ક્યાં મળે છે ?


કહેવાય છે કે નહિં 'માં' ય પીરસે,

કશું ક્યાંય માંગ્યા વગર ક્યાં મળે છે ?


અનુભવ દિવસના વિચારે ચડાવે,

કે નિંદ્રા તને રાતભર ક્યાં મળે છે ?


છે અંદરથી બળવાની તાસીર તારી,

જે સળગે છે એને કબર કયાં મળે છે ?


તેં રાખ્યા છે ખબરી ઘણાં તોય જોને,

તને ‘સ્તબ્ધ’ તારી ખબર ક્યાં મળે છે ?


Rate this content
Log in