STORYMIRROR

Heena Pandya (ખુશી)

Others

4  

Heena Pandya (ખુશી)

Others

ક્યાં લગી ?

ક્યાં લગી ?

1 min
290

સાચવી રાખવા જાગવું ક્યાં લગી ?

ના મળે તો પછી માંગવું ક્યાં લગી ?


આ સકળ લોકમાં સ્હેલ છે ક્યાં કશું ?

જિંદગીથી કશે ભાગવું ક્યાં લગી ?


જો હવે આ સગાઓ જ સામે પડે!

સાવ કડવું બધે લાગવું ક્યાં લગી ?


આ જગત બોલશે ના ગમે ત્યાં લગી,

સ્હેજ ઘાયલ બની વાગવું ક્યાં લગી ?


જીવતા મારશે, 'ને "ખુશી" રાખશે,

ચિત્રને ભીંત પર ટાંગવું ક્યાં લગી ?


Rate this content
Log in