Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

કવિતાની કવિતા

કવિતાની કવિતા

1 min
193

ભીતરના જાજબાતોની એક ભારે જિદ હોય છે કવિતા,
ક્યાંક પીગળતી લાગણીઓની ઈર્દ ગિર્દ હોય છે કવિતા !

અલ્ફાઝોના મયખાનામાં છલકી ને ઢોળાઈ જાય જુનુંન,
ભરી બઝ્મમાં સૌની તલબ બુઝાવતી રીંદ હોય છે કવિતા !

ભૂલાયું ભાન સ્વયમનું જો એક ક્ષણ સમય શૂન્યતામાં,
તો માત્ર એક ખાલીપાનું નિરવ સંગીત હોય છે કવિતા !

એક સૂફી જાગરણનો વિસ્ફોટ અને વિસ્ફારિત નેત્રો,
પછી તો જે લખો તે આત્માનું ઉપનિષદ હોય છે કવિતા !

સૂર્યકિરણમાં થઈ જાય આત્મસાત જો આ બુંદો તો સમજો,
ઝાકળ બનીને ક્યાંક વિલીન થતી હોય છે કવિતા !

ચેતનાના સમંદરમાં ઊઠે ભાવ તરંગોનું તોફાન જ્યારે,
મુજ મહી આળસ મરડીને આકાર લેતી હોય છે કવિતા !

'પરમ' ઈશ્કના 'પાગલ' પનની પરાકાષ્ઠામાં તો,
ખુદા માટે અલ્ફાઝોમાં એક હદ્દ-એ-શિર્ક હોય છે કવિતા !

* હદ્દ-એ-શીર્ક = ખુદા માટે પણ ભલું બૂરું કહેવું તે.

Rate this content
Log in