STORYMIRROR

KAVI SHREE MARUTI

Others

4  

KAVI SHREE MARUTI

Others

કવિતા પલળે

કવિતા પલળે

1 min
239

વીજળી ચમકે ગગડાટ થયો,

વરસાદ થયો વરસાદ થયો...


ન અષાઢ ન ભાદરવો ન થયો, 

પણ શ્રાવણનો વરસાદ થયો,

વરસાદ થયો વરસાદ થયો...વરસાદ..


પશુ પંખી ય માનવ મોજ કરે,

મન મોર બની થનગાટ કરે,

ચહુકોર અહો...કલશોર થયો..વરસાદ..


નળિયા પરથી જલ બુંદ પડે,

હરિ હેત તણો પરસાદ પડે,

ગરમી જ તણો ઉકળાટ ગયો..વરસાદ..


જલ દેવ કહો વરસાદ કહો,

નત મસ્તકથી તુજ વંંદન હો,

ગગડાટ થયો ચમકાર થયો..વરસાદ..


લખ "મારુતિ" તોટક છંદ મહીં,

કવિતા પલળે વરસાદ  મહીં,

વીજળી ચમકે ગગડાટ થયો..વરસાદ.


Rate this content
Log in