કવિતા છે
કવિતા છે
1 min
14K
આમ કહું તો એક શબ્દ જ છે,
ને આમ કહું તો આખી કવિતા છે.
વહેતું ભલે એમાં પાણી નથી પણ;
પ્રેમના પ્રવાહની એ આખી સરિતા છે.
દેખાય છે દૂરથી એથી પણ નાજુક,
સ્નેહ સભર એ આખી સવિતા છે.
આમ જુવો તો સાવ ભોળી છે ને,
આમ જોઈએ તો આખી ગર્વિતા છે.
મહેકી ઊઠે 'સતીષ' જીવન બાગ,
પામીને એવી એ આખી વનિતા છે.

