કુદરતના રંગ ભરો
કુદરતના રંગ ભરો
દુનિયા પર રાજ કરે સૃષ્ટિના કાજથી
કુદરતમાં રંગ ભરે જીવનના ભાવથી
કુણી કુણી લાગણીમાં ભાવનાના રંગથી
શબ્દોના રંગ ઊડે માનવ સ્વભાવથી
મહેરામણ ઉમટી પડ્યા ઉત્સવ ઉમંગથી
દિલથી લ્યો દિલ મળ્યા એકમેક પ્રેમથી
હોળી ઉત્સવ ખીલ્યો અવનવા રંગોથી
તારી મારી પ્રીત ઝૂમે તારા મારા સંગથી
ભીંજે આ તન મારૂં તારા પ્રેમના ભીનાશથી
મુખડું મલકે સાજન આનંદના ફાગથી
અબીલ ગુલાલ અને કેસુડાના રંગથી
ભરો પિચકારી લાલ લીલા પીળા રંગથી
રાધાનો પ્રિય રંગ બસ એક શામ રે
વૃંદાવનની ગોપી ઝૂમે નંદલાલ સંગ રે
તન મનના તાર ભિંજ્યા ફાગણની ધારથી
પ્રેમક્રોધ ખુશીઓના ભાવ ઉડે શબ્દ રંગથી
