કુદરતી કરિશ્મા
કુદરતી કરિશ્મા
આઠો પ્રહર અંતરમાં અમથો અમથો આનંદ છે કુદરતનો કરિશ્મા,
વગર શરાબના નશામાં મૈખાનાનો બ્રહ્માનંદ છે કુદરતનો કરિશ્મા !
મીઠી નજરનાં સ્પર્શથી ઊઠે છે સદીઓથી સૂતેલા અરમાનો ભીતર,
એક મેકમાં વિલીન થઈ ભળતા સ્નેહ સ્પંદન છે કુદરતનો કરિશ્મા !
તમને મળીને નસ નસની અંદર એક દરિયો થાય ગાંડો ને તોફાની,
ન કદી કોઈને સમજાવી શકું એવો પ્રેમતરંગ છે કુદરતનો કરિશ્મા !
હું સ્થિર કિનારો બની ઊભો કેટલા યુગોથી માત્ર તમારા જ ઈંતજારમાં,
તમારૂં આગમન ઉછળતી લહેરોનો સમંદર છે કુદરતનો કરિશ્મા !
હૈયાનો નિઃશબ્દ કલરવ બની ધડકનો હૃદયની જાગી ગઈ જ્યારથી,
ત્યારથી અકારણ ઉભરાય રહ્યો ભીતર ઉમંગ છે કુદરતનો કરિશ્મા !
'પરમ' તારા બાહુપાશમાં હું અહર્નિશ ને અખંડ જકડાયેલો રહું,
તારા સાનિધ્યમાં હરપળ 'પાગલ' પ્રેમ પ્રસંગ છે કુદરતનો કરિશ્મા !
