કુદરતે ઘડેલી
કુદરતે ઘડેલી
કુદરતે ઘડેલી છે નિતનવી કાયા,
એમાં મન મૂકી ને આપી હોય સાયા,
એ કાયા સાથે સાયા ભળતાં લકીરમાં ભળે નસીબની છત્રછાયા,
તો વિશ્વમાં આજે કોઈ કયારેય ન કરે રોવા,
જ્યાં નસીબની છે એવી બલિહારી,
કોઈક જન્મતા જ મળી જાય સુખાકારી,
તો કોઈ જન્મ લેતાં લઈ આવે મજબૂરી,
એવી બચપણમાં જ કરવી પડે બાળમજૂરી,
હાથ હોય કુમળા
કરવી પડે મજૂરી,
કોઈ આશા જે રહી હોય અધૂરી,
દિવસ ઉગતાં જ કરવી પડે એક ટંક ભોજન માટે મગજમારી,
મજબૂરી મા કરવ
ી પડતી મજૂરી લાગે ઘરમાં સૌને પ્યારી,
જાણે લલાટ હોય કુમળું પર્ણ ને ખિલ્યુ હોય વર્ણ એવાં બાળ લાગે ફૂલની કયારી,
છતાં ભણવાના સમયે મજબૂર હોઈ કરવી પડે તનતોડ મહેનત મજૂરી,
મજૂરી કરવા ભલે મળે ચા ની લારી,
દુનિયા આખી મીઠી વાતો કરે ન્યારી,
બાળમજૂરી કરતાં ઉઠાવતાં ઝુંબેશ સામે વાતો કરવી લાગે સારી,
ઓનપેપર પર ન દેખાય બાળમજૂરી,
પણ શેરી મહોલ્લા ગામ શહેર ઠેરઠેર જોવાં મળે લગરવગર કપડાં મા કરતાં મજૂરી,
જવાબદાર સમજે શાનમાં તો બાળમજૂરી જરૂર હટાવી જાણે મળી ભરેલ સૂખોની ભારી.