કટોકટીની ઘડી
કટોકટીની ઘડી


લાગી હતી ક્વચિત ઘણી લાંબી,
સમયને જાણે થંભાવી દેનારી ઘડી,
થંભી ગયાંતા શ્વાસ એ સમી સાંજે,
નાનકડો વીરો લપેટાયો અકસ્માતે,
ન ખોલે આંખ કે ન હલાવે તન જરા,
થોડીજ ક્ષણોમાં બધું બદલાયું ને,
પહોંચ્યા એ સારવારને કાજ બધાય,
ઇન્જેક્શનોને તપાસોની હારમાળા,
બહાર પ્રાર્થનાની એક કતાર સર્જાઈ,
પૂરાં બે કલાકની થઈ વાતને એણે,
ખોલ્યાં નયનોને ઝાલ્યો માનો હાથ,
એક શબ્દ સુંવાળો બોલ્યો એ મા,
હાજર સહુનાં નિરાંત થયાં એ હામ,
ક્ષણો જાણે ચિંતાની એ બે કલાક,
લાગી મને જાણે બે વરસની વાત,
આખરે નાનો ભઈલો બોલ્યો દીદી,
થઈ ગઈ મારી ચિંતાની ઘડી !