કસુંબલ રંગ
કસુંબલ રંગ
1 min
927
શબ્દે શબ્દે ઊડે કસુંબલ રંગ
વન વગડે ઊડે કેસરિયો રંગ,
શબ્દોમાં ઘોળ્યો કસુંબીનો રંગ
ઘેરૈયાએ ઘોળ્યો કેસુડાનો રંગ,
શબ્દ સથવારે કાગળ ને કલમ,
હોળીનો રંગ ઊડે રંગ ગુલાબી,
ફાગણિયો લહેરાયો રોમે રોમ,
સ્મિત રેલાવી હાસ્ય હોઠ ગુલાબી,
શબ્દ સથવારે લાલ, પીળોને જાંબલી,
હૈયામાં વહ્યા કરે ખમીરવંતો રંગ,
માના હાલરડાંમાં ઘોળ્યો વીરતાનો રંગ,
ઝાલર ટાણે તરબોળ ભક્તિનો રંગ,
સવારે સૂરજનો પ્રકાશે સોનેરી રંગ,
સાંજે સલૂણી સંધ્યાનો મેઘધનુષી રંગ,
મધ્યાહને તપતો સહનશીલતાનો રંગ,
'સરલ' બની ગયો ભળી ગયો નીજ રંગ.
