ક્ષણની નાવ
ક્ષણની નાવ
1 min
302
યુગના દરિયામાં મેં ક્ષણની નાવ વહેતી કરી દીધી,
એક સાવ ખાનગી વાત જાહેરમાં ફરતી કરી દીધી !!
ભૂત ભાવિની નકામી ચિંતા બંધ થઈ ગઈ અચાનક,
વર્તમાનની આ ઘડીને મેં બાનમાં રાખી મારી કરી લીધી !!
પૂર્ણની શૂન્યમાં ને શૂન્યની પૂર્ણમાં ગતિ સતત અહીં,
બે અતિના છેડા વચ્ચે જરા જિંદગી સરખી કરી લીધી !!
આદત વશ મન ભટકે ક્ષિતિજ પાર અનંત અનંત,
ને પછી ઝાંઝવાનાં સરોવરમાંથી મટકી ભરી લીધી !!
સ્થિરતાનું લક્ષ્ય પામવા આજીવન રહી ગતિ દેહમાં,
ને સહજ ચાલતા ચાલતા સ્થિરતાની ઝોળી ભરી લીધી !!
'પરમ' સ્વાર્થમાં હોય છે આત્મહત્યા અભિમાનની,
બાજી સ્વાભિમાનની અનોખા 'પાગલ'પન થકી જીતી લીધી !!
