કરવી પડે મહેનત
કરવી પડે મહેનત
જાદુઈ ચિરાગ પામવા કરવી પડે મહેનત
તનતોડ મહેનત થકી મળે જાદુઈ ચિરાગ,
અભણ રહી શા માટે અંધકારમાં રહીએ
ભણીગણીને મહેનત કરીએ તો જાદુ થાય,
જાદુઈ ચિરાગ પામવા કરવી પડે મહેનત
તમારી મહેનત થકી સુખી થાય પરિવાર,
દીકરી હોય કે દીકરો આપો સમાન ન્યાય
ભણો અને ભણાવો ગણો અને ગણાવો,
સમયની સાથે જીવન જીવતાં થાય
જાદુઈ ચિરાગ પામવા કરવી પડે મહેનત,
નસીબના છે ખેલ અજનબી જિંદગીમાં
ખજાનો છે કુદરત પાસે મહેનત થકી મળે,
અટપટી આ જિંદગીમાં મહેનતની સંગ મળે
છે જાદુ તારી પાસે ઓ માયાળુ માનવ,
કર મહેનત તનતોડ તો મળે જાદુઈ ચિરાગ
જાદુઈ ચિરાગ પામવા કરવી પડે મહેનત.
