STORYMIRROR

Rahul Desai

Others

3  

Rahul Desai

Others

કૃષ્ણ બનવું ક્યાં સહેલું છે ?

કૃષ્ણ બનવું ક્યાં સહેલું છે ?

1 min
195

જન્મતાંની સાથે જ જેને પોતાની માતાનું સુખ ત્યાગ્યું છે,

કોણ કહે છે કૃષ્ણ બનવું સહેલું છે ?


જન્મતાની સાથેજ જેણે પોતાની જન્મભૂમિ છોડી છે,

કોણ કહે છે કૃષ્ણ બનવું સેહલુ છે ?


જેણે પ્રેમ કર્યો એ રાધાથી જે દૂર રહ્યો છે,

કોણ કહે છે કૃષ્ણ બનવું સહેલું છે ?


પાંચ પાંડવોનીની એક પત્ની એ સ્ત્રીના,

સ્વાભિમાનની રક્ષા કરી છે,

કોણ કહે છે કૃષ્ણ બનવું સહેલું છે ?


મહાભારતના યુદ્ધ નો ભાર જેના ખભા પર છે,

કોણ કહે છે કૃષ્ણ બનવું સહેલું છે ?


ગાંધારીનો શાપ જેણે સહેલાઈથી સ્વીકાર્યો છે,

કોણ કહે છે કૃષ્ણ બનવું સહેલું છે ?


પોતાનાજ કુળનો નાશ થતાં જેણે જોયો છે,

કોણ કહે છે કૃષ્ણ બનવું સહેલું છે ?


ધર્મ માટે જેણે અર્પણ કરી આખીય ઝીંદગી પોતાની,

એવું વ્યક્તિ બનવું ક્યાં સહેલું છે,

કૃષ્ણ બનવું ક્યાં સહેલું છે ?


Rate this content
Log in