STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

*ક્રોધ*

*ક્રોધ*

1 min
629

ક્રોધ કરીને કરે કેવો અભિનય,

હોઠે અપશબ્દો અને બહાર વિનય,


દુર્વાસાનો અવતાર બની ઘરમાં રહે છે,

બહાર તો સર્વગુણ સંપન્ન બની ફરે છે,


બાળક કરે જીદ તો આંખો રાતી કરે છે,

બીજાના બાળકને ચોકલેટ અપાવા દોડે છે,


શાંતિ માટે જ્યોતિષના ચક્કર કાપે છે,

બ્રાહ્મણ બોલાવી કરે હવન કેવો દંભ કરે છે,


હું જ સાચો એ માન્યતામાં ખુપતો જ જાય છે,

ભાવનાના ભ્રામક દેખાવ કરી કેવો અભિનય કરે છે,


મારી વાતને મારા નિયમ એ જ કક્કો સાચો છે,

ક્રોધ કરીને માફી માંગવાનુ નાટક કરે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન