કર્મનાં ફળ
કર્મનાં ફળ
1 min
212
મહેફિલોમાં સદા મુસ્કુરાવાનું રાખું છું,
એટલે તનહાઈઓમાં રોવાનું રાખું છું !
પ્રેમમાં પડવાનું કૃત્ય કદી કરતો નથી,
એટલે એ સ્થિતિમાં કાયમ હોવાનું રાખું છું !
ક્ષિતિજની પેલે પાર અસીમ પૂર્ણતા પામી,
ક્યારેક મારા વજૂદને શૂન્યતામાં નાખું છું !
ભૂતનાં અનુભવના પાયે વર્તમાન જીવંત,
પછી મારૂં ભવ્ય ભવિષ્ય હું જ અહીં ભાખુ છું !
સદાચારની ભૂમિમાં નીતિના બીજ વાવીને
આયખું આખું પછી કર્મનાં ફળ ચાખું છું !
હવે 'પરમ' સૂરજ ઊગે છે રોજ નવો નવો,
એમ થઈ 'પાગલ', અંધારાને આઘુ રાખું છું !
