ક્રિષ્ન અને ભીષ્મ
ક્રિષ્ન અને ભીષ્મ
1 min
116
હોય ભલે કૃષ્ણ કે પછી હોય ભીષ્મ,
બન્ને ના વીંધાયા બાણોથી જ જીસ્મ,
ઈચ્છામૃત્યુ છતાં બાણશૈયાથી વીંધાયેલા,
હાજરી બધા અંગતોની છતાં સાવ એકલવાયા.
કહેવાયા ખુદ ઈશ્વર, વિધાતાના પણ નિર્માતા
અંત સમયે કોઈ નહિ, ને ભોગવી નરી એકલતા
તીર માર્યા પછી તેઓને, ખુદ મારનાર ને થયો તો વસવસો
ને અહીં તો કહે છે નિપુર્ણ, તમે જ મારા તીરના રસ્તામાં આવ્યા હશો.