કપરો આવ્યો કાળ માનવ બન્યો બેરો
કપરો આવ્યો કાળ માનવ બન્યો બેરો
કપરો આવ્યો કાળ, માનવ બન્યો બેરોજગાર,
મોંઘવારીએ માઝા મૂકી, કોઈ નથી સાંભળનાર,
કોરોના નામે ચીનથી આવ્યો, વિશ્વમાં હાહાકાર
દેશની કમર તોડી નાંખી, કર્યા બેરોજગાર,
કપરો આવ્યો કાળ, માનવ બન્યો બેરોજગાર
માનવ માનવ ને લૂંટવા લાગ્યો, ચોરી ને લૂંટફાટ,
કામ ધંધા કંઈ મળે નહીં, માનવ બન્યો લાચાર
કોરોનાની થપાટ એવી આવી, કોઈ નથી સંભાળનાર,
કહેર કરી માનવે ને, કુદરત છે આજે લાચાર
કપરો આવ્યો કાળ, માનવ બન્યો બેરોજગાર,
ઘરમાં રહો સુરક્ષિત રહો, એ જ છે ઉપાય
મજૂરી કરી રોજી મેળવે તેના હાલ શું થાય ?
આજ દેશને માટે માથે સંકટ આવ્યું, આપો સૌ સાથ
દિશ કહે છે નિયમ પાળો, કાળ નહીં ટકે લગાર.
