Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagruti Pandya

Others

3  

Jagruti Pandya

Others

કોરોના

કોરોના

1 min
201


કો..રો..ના..તારા આવ્યાંથી સઘળું હાલક ડોલક થાય,

કોરોના વાઈરસથી ચેતવું મારાં ભાઈ.


ચીનથી આવ્યું ; ચારેકોર ફેલાયું,

દુનિયા આખીમાં એ આવ્યું,,

કો. રો. ના…. દુનિયા આખીમાં હાહાકાર મચાવી જાય.

કોરોના વાઈરસથી ચેતજો મારા ભાઈ.


ફરતાં' તા સૌ ; માસ્ક વિના અમે,

સાથે મળીને આનંદ કરતાં.  

કો.રો. ના…. તારા આવ્યાંથી સૌકોઈ ઘરમાં ભરાઈ જાય,,,.

કોરોના વાઈરસથી ચેતજો મારા ભાઈ.


દુનિયા આખી થર થર ધ્રુજે;

ક્યાંય મળે ના ઉપાયો,

કો.રો.ના…કેટલાં નિર્દોષોનાં તે તો લઈ લીધા છે પ્રાણ,,,

કોરોના વાઈરસથી ચેતજો મારા ભાઈ  


મંદિર સૂના ; મસ્જિદ સૂના,

 સૂના દેવળો ને ગુરૂદ્વારા  

કો.રો.ના.. બાળ દેવોથી સૂની અમારી શાળાઓ થઈ જાય,,,

કોરોના વાઈરસથી ચેતજો મારા ભાઈ.  


પૈસા ગુમાવ્યા કોઈએ ; નોકરી ગુમાવી,

ધૂળ પડી ધંધામાં.., 

કો.રો.ના. ભલભલાં લોકોની ઠેકાણે લાવી દીધી સાન,,,

 કોરોના વાઈરસથી ચેતજો મારા ભાઈ. 


હોટલોમાં ખાતા ; કોલ્ડ્રિંકસ પીતા,

 સ્વચ્છતા ના કોઈ રાખતાં  

કો.રો.ના. તારા આવ્યાંથી લોકો ચોખ્ખાઈ કરતાં થાય…

કોરોના વાઈરસથી ચેતજો મારા ભાઈ


હવે તું જાજે ; પાછો ફરી ના વળજે, 

શાંતિથી તું જીવવા દેજે,,  

કો.રો.ના. તારા જવાથી જગમાં આનંદ આનંદ થાય,

કોરોના વાઈરસથી ચેતજો મારા ભાઈ.


Rate this content
Log in