કોરોના અને બાળક
કોરોના અને બાળક
આવ્યો કોરોના,લાવ્યો માથાકૂટ.
જો, ને મને પૂર્યો ઘરમાં.
કરાવે મમ્મી એના કામ.
કરાવે પપ્પા એના કામ.
મન મારું હોય રમતમાં.
હું તો સાવ આમ.
જો, ને મને પૂર્યો ઘરમાં.
થાય ભૂલ ભાઈ મારે.
દીદી ચીડવે.
નાની ખડખડાટ હસે.
જો, ને રમત થાય ઘરમાં
જો, ને મને પૂર્યો ઘરમાં.
ટ્યુશન ન જવાય.
કે ન જવાય સ્કૂલ.
રમવા ન જવાય.
કે ન જવાય ગામમાં.
જો, ને મને પૂર્યો ઘરમાંં.
જો એક છીંક મારાથી ખવાય.
આખું ઘર ઘવાય.
લાખો સૂચના મને દેવાય.
અરે ઘરમાંય શાંતિથી ન રહેવાય.
સાલો કોરોના કેવો કહેવાય.
છે સામાન્ય વાત છીંકવાની.
નાંખે બધાને ભ્રમમાં
જો, ને મને પૂર્યો ઘરમાંં.
