"કોરો ના" રહી ગયો
"કોરો ના" રહી ગયો

1 min

769
આજ તો લે હું, સાવ ડરી ગયો
ન્યુઝ જોઈ હું, સાવ હારી ગયો
કોરોના કહે છે કઈક એવું જાણે,
કે, કોઈ કોરો ના હોય, રહી ગયો
જો રૂપ ક્યાં હવે, જોઉં છું દર્પણે
જોવું કે કોઈ અડી તો, નથી ગયો
હાથ ધોવું એમ, ગંદો હોઉં જાણે
કે ક્યાંય દાગ તો નથીને, રહી ગયો
છીંક અટકાવી રૂમાલ, ગોતું પે'લો
ને તેમાં ક્યાંય તે નથીને, ચોંટી ગયો