કોણ ?
કોણ ?
આ કોણ અજનબી પીઠ થાબડી મને અચાનક સાંત્વના આપી ગયું ?!!
કોણ ઝાલીમ જખ્મ આપ્યા પછી મલમ લગાડી સાંત્વના આપી ગયું ?!!
ખુદ શ્રદ્ધાઓ થઈ જ્યારથી અપાહીજ તાવીજના ભેદ ભરમમાં,
આખરે લીંબુ મરચાનું એક મામુલી ટોટકું સાંત્વના આપી ગયું !!
સ્મિતના ફૂલડાં વેરી વેરીને જિંદગી વેરાન કરી સુખના ભ્રમમાં,
ને ખબર જ ન પડી કે આંસુ ટપકી ક્યારે સાંત્વના આપી ગયું !!
જૂઠનાં અંધારે અચાનક અટવાણું આયખું આખું અમથું અમથું,
ભીતર સતનો દિપક પ્રગટાવી મુજને કોણ સાંત્વના આપી ગયું !!
અરમાનો,જુસ્તજુ ને આરઝૂઓ ખરતી રહી પીળા પાનની જેમ,
કોણ નજરમાં વસી મઘમઘતી વસંત બની સાંત્વના આપી ગયું !!
'પરમ' તને પામવા લેતો રહ્યો જન્મ હું, કોણ જાણે કેટલા યુગોથી,
કોણ અચાનક અલગારી 'પાગલ 'પન આપી સાંત્વના આપી ગયું !!
