કોણ કરતું હશે
કોણ કરતું હશે

1 min

45
ન જાણે આગમાંં કોણ ઘી રેડતુું હશે,
બળેલા સૂરજને રોજ કોણ બાળતુું હશે.
છે આગ એની તેજ બહુ, છતાંં કોણ છેડતુું હશે,
થતાંં દિવસની રાત રોજ, ચંદ્રને કોણ ભાળતુું હશે.
જશે બળી ઊભો મોલ, જાણ્યાં છતાંં, કોણ ખેતને ખેડતુું હશે,
કે રવિની ઉગ્રતાને રોજ અહીં, બની વાદળ કોણ ખાળતુું હશે.
તપે છે સૂર્ય એક મુજ હૃદય મહીં, એને કોણ ઝેલતુું હશે,
થતી ટાઢક જે સ્પર્શથી, બની સાંંજ એને કોણ ઢાળતુું હશે.