STORYMIRROR

Ashish Makwana

Others

3  

Ashish Makwana

Others

કોઈ શું કરે

કોઈ શું કરે

1 min
139

આખો'દિ એકલો ફર, તો કોઈ શું કરે !

આવો બને તું ડઠ્ઠર, તો કોઈ શું કરે !


મંચ પર તું ય કાલ ચર્ચાનો વિષય હતો,

આવે નવા ધુરંધર, તો કોઈ શું કરે !  


રાખ્યા હતા સુરાગ તમે શોખથી ઘરે,

આવી ભરાય અજગર, તો કોઈ શું કરે !  


છેલ્લી ઘડી, તને નજરો શોધતી રહી,

તું હોય ગેરહાજર, તો કોઈ શું કરે !   


વર્ષો પછી મળ્યા, અમને ઓળખી ગયા,

જાણીતું થાઈ સ્વેટર, તો કોઈ શું કરે !  


સૌને મળ્યું હતું વિષ ખૈરાતમાં સરખું,

બનવા તું જાઈ શંકર, તો કોઈ શું કરે !  


હારી ગયા અર્જુન બધા, હો કુશળ ઘણા,

આવે ન મૂરલીધર, તો કોઈ શું કરે !   


આકાશ ને ધરા મળશે એક દિવસે,

આવા વહેમ તું કર, તો કોઈ શું કરે !


Rate this content
Log in