કન્યા વિદાય
કન્યા વિદાય
ઝાકળની બૂંદ જેવો,
બેટીનો આ કેવો સંગ છે
‘પારકા ધન’ને પરત કરવાનો,
આ કેવો પ્રસંગ છે.
ગમ અને ખુશી હોય એક સાથે,
આ કેવો રંગારંગ છે,
આંસુઓને પણ હસતા રાખવાનો,
આ કેવો જંગ છે.
પપાને રડવાને ઓશીકું,
મમીની આંખોમા સરગમ હશે
બહારથી બેફિકરા દેખાતા ભાઇ-બહેનની,
આંખો, અંદરથી નમ હશે.
દાદા-દાદી અને નાના-નાનીની,
જિંદગીનો આ અજબ ક્રમ હશે,
જીવંત લાગતા ફળિયાને,
સૂનું થઇ જવાનો ગમ હશે.
સંસારમા બેટીની માયા જેવી,
નથી અન્ય કોઇ પણ માયા,
કન્યા વિદાય એટલે,
મા-બાપથી દુર થતા પોતાનાજ પડછાયા.
બેટીની યાદમાં,
અમે તો ભલે રહીશું રઘવાયા
પ્રભુ તારો આભાર કે,
બેટીને સાસરા આપ્યા સવાયા.