STORYMIRROR

Bharat Thacker

Others

4  

Bharat Thacker

Others

કન્યા વિદાય બાદનું ઘર

કન્યા વિદાય બાદનું ઘર

1 min
956

છે દીકરી સાથે, ત્યાં સુધી,

મા-બાપનું જીવન તરબતર છે,

મા બાપ માટે દીકરીનો,

પ્યાર અજર અમર છે.


પારકાને પોતાના કરીને,

પોતાનાથી દુર થવાનો ડર છે,

કન્યા વિદાય ન જાણે,

કેટલાય સંભારણાઓથી સભર છે.


કન્યા વિદાય પછી મા-બાપને,

ખાવા દોડતું ખાલી ઘર છે,

દુનિયામાં બધુ હોવા છતા,

લાગે જાણે મા-બાપ બેઘર છે.


કન્યા વિદાય સાથે જ મા-બાપના,

જીવનને લાગે પાનખર છે,

સુખી રહેજે જીવનભર દીકરી,

મા-બાપનો આ અંદરનો સ્વર છે.


Rate this content
Log in