કણ કણમાં તું
કણ કણમાં તું
કણ કણમાં તું,
ક્ષણ ક્ષણમાં તું,
સજીવમાં પણ તું,
ને નિર્જીવમાં પણ તું.
સૂર્યનું તેજ તું,
ચંદ્રમાની શીતળતા તું,
વાદળથી વરસતો મેઘ તું,
માટીની મીઠી સુગંધ તું.
માતાના વ્હાલમાં તું,
પિતાના વાત્સલ્યમાં તું
બહેન ભાઈનો સંગાથ તું,
મિત્રતામાં મિત્ર તું
વૃક્ષમાં તું, પવનમાં તું,
સમુદ્રનું વહેતું પાણી પણ તું
જ્વાળાઓમાં અગ્નિ તું,
ઊંચાઈઓમાં આકાશ તું.
અંધકારમાં રાત તું,
ઉજાસમાં સવાર તું,
સંધ્યાકાળમાં,
સોહામણી સાંજ તું.
જીવન માંતું,
મૃત્યુમાં તું
બ્રહમાંડના,
અણુ અણુમાં તું.
શ્રુષ્ટિનો તારણહાર તું,
પશુ પક્ષીને માનવનો પાલન હાર તું.
કણ કણમાં તું ક્ષણ ક્ષણમાં તું,
વિશ્વની શરૂઆત પણ તું,
ને વિશ્વનો અંત પણ તું.