કંકોત્રી
કંકોત્રી
1 min
954
નથી આ કંકોત્રી આ તો પ્યાર છે મારો,
સ્વીકારજો આપ આ વ્યવહાર છે મારો.
પધારજો પ્રેમથી આજ લગ્ન છે અમારા,
આશિષ મળે આપના એ વિચાર છે મારો.
સ્નેહના તેડા અને હરખના છે ભોજન,
સ્નેહ મળે આપનો એ આધાર છે મારો.
દિવસ બનશે ખાસ આપના આગમનથી,
મહેકાવો આપ ફૂલોથી આ સંસાર છે મારો.
રૂબરૂ તુલ્ય ગણશો આપ આ કંકોતરીને,
ખુશી વહેંચવાનો આ એક પ્રકાર છે મારો.
