કલરવ
કલરવ
1 min
198
ભીતર એક પછી એક ભાવ બરફ બની ઓગળે,
ને ખામોશીનો બોલતો તુજ નામનો કલરવ મળે !
પાંદડે પાંદડે સંભળાય સૂરીલી ઝાંઝર તારા નામની,
મને બંધ આંખે તુજ આગમનનો પગરવ મળે !
તને યાદ કરું જે ઘડી એ સમયના ટુકડામાં,
અચાનક મને તારા આગમનનું અચરજ મળે !
કણ કણમાં અનુભવું હું તારો અહેસાસ સદા,
જ્યાં જ્યાં નજર નાખું મને તારું જ દરશન મળે !
ભવ ભવ યુગ યુગ ને હર જનમ જનમમાં મને,
એક શરણું તારું શ્વાસે શ્વાસે ને હરપળ મળે !
તારા 'પરમ' કલરવના પગરવનું અચરજ કેવું,
તુજ દર્શનથી મુજ 'પાગલ'નું બગડેલું મુકદ્દર ફળે !
