STORYMIRROR

Mahika Patel

Others

4  

Mahika Patel

Others

કલમના સથવારે

કલમના સથવારે

1 min
552

શબ્દોની મીઠાશ ભેળવીને,

પ્રસાદી કલમથી પિરસાય છે,

જિંદગીના અનુભવનું નઝરાણું,

કલમથી છલકાય છે,


લાગણીઓને શૃંગારરસ કરીને,

કલમથી સજાવાય છે,

કુદરતની કૃતિની પરાકાષ્ઠાને,

કલમથી ચિતરાય છે,


વિચારોના માળખાની કસબને,

કલમથી પગ્રટાવાય છે,

અંતરતમના સ્પંદનોની હારમાળા,

કલમથી ગુંથાય છે,


અતીત અને અનાગતને સાંકળને,

કલમથી ખડખડાવાય છે,

કોકટેલ જેવી જગની ભખળેલ સૂરતને,

ક્લમથી કંડારાય છે.


Rate this content
Log in