કળશ
કળશ

1 min

682
કંચન ભરેલો એક કળશ,
માંહી આસોપાલવ સોહાય,
પૂજા આજ શ્રીફળની થાય,
કુમકુમ સાથિયોં સોહાય.
રાધાકૃષ્ણને ગમતા પુષ્પો,
પીળા કેસરી સોહાય,
મંગળ ગીતડાં ગવાય,
લાલ નાડાછડી સોહાય.
આજ મારા ઘરઆંગણે,
રુડો અવસર સોહાય,
કંચન ભરેલો એક કળશ,
માંહી આસોપાલવ સોહાય.