STORYMIRROR

Vrajlal Sapovadia

Others

5.0  

Vrajlal Sapovadia

Others

કક્કાના બે ભાઈબંધ: ળ અને ણ

કક્કાના બે ભાઈબંધ: ળ અને ણ

1 min
28.3K


ન શબ્દની શરૂઆત કરીએ અમે,

બહુ દુર્લભ અન્ય ભાષામાં અમે,

અરે એમ ન ગોત્યા મળીએ અમે,

અને લડીએ રણમાં શૂરાની જેમ.


ભલે તમને શરમાળ લાગીયે અમે,

પણ મનથી ઉદાર ઘણા અમે,

કરવા દઈએ અંત હર અક્ષરને,

ભાગ કીડીને કણ ને હાથીને મણ.


ઉલ્ટા કરી બોલવું અઘરું અમને,

એટલે તો શરૂઆત ન શબ્દની,

અમ થકી ના કરવા દઈએ કોઈને,

જરૂર પડ્યે વચ્ચે ગોઠવાઈ જઈએ.


સમયનું અનુસંધાન બહુ અમને,

ભલે ને હોય પછી કળ કે પળ,

સૂક્ષ્મને માપવા લીધો છે તમે કણ,

તો વિકરાળ ન બને અમ ભેરુ વિના.


ભાઈબંધી એકમેકની એવી પાકી,

ળ ન કેવળ અંતિમ વ્યંજન કક્કાનો,

વર્ગ બેઉનો ઓળખાય અલ્પપ્રાણ,

ને ણ બોલાય જરા નીચે તાળવાથી.


ગુજરાતી ભાષાના અલંકાર અમે,

કોઈ અંગ્રેજને કહો બોલી બતાવે,

નળ રોજ આપે જળ તો જ બચે પ્રાણ,

વળી અન્ન પામવા કેટલું જરૂરી હળ.


નચિંત રહેજો જિદ્દી નથી અમે બધા જેવા,

કળા કહો કે કલા, વળી જળ કહો કે જલ,

અમે શાનમાં સમજી જઈશું શબ્દ ફેરથી,

કર્યો વિમર્ષ વિશ્વમાં ગુજરાતીને સજાવવા.


Rate this content
Log in