Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

કિરદાર

કિરદાર

1 min
301

રોજ સવારે એક નવો પડદો ઊંચકાય,
ને રોજ નવા જ કિરદારનો આરંભ થાય !

દુઃખી હોય કે સુખી જે જન મળે મને સામું,
એને અનુરૂપ મારામાં કિરદાર રચાય !

મળે કોઈ સૂકા વેરાન રણ જેવો આદમી,
જાત મારી ઝાકળના કિરદારમાં ફેરવાય !

આવી જાય કોઈ અચાનક સરોવર જેવું,
કિરદાર મુજ આત્માનો લાગણીમાં ભીંંજાય !

મળે જો આકાશ ઊડવા માટે મારી પાંખોને,
કિરદાર મારો કબૂતર થઈ ઊડી જાય !

મંઝિલ વગરનો રસ્તો છે આખી જિંદગી,
કિરદાર મારો મુસાફરની જેમ હાલ્યો જાય !

ને હાલતા હાલતા ભાળ મળે જો ખુદની,
તો કિરદાર મારો જ ખુદ ખુદા બની જાય !

ને ખુલે પછી બારી એક બંધ ભીતર તરફ,
બંધ આંખે કિરદાર બધા જ અદ્રશ્ય થાય !

'પરમ' નેપથ્યમાં સંઘરાયા રહસ્ય સઘળા,
કિરદાર એક 'પાગલ'નો મનમાં મલકાય !

Rate this content
Log in