STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

4  

Jaya. jani. Talaja."jiya"

Others

ખુમારીવાળો શહેરી

ખુમારીવાળો શહેરી

1 min
574

જણાયા વાતો કરતાં, નાગરિક બે આમ, 

જીવવું થયું ભારે, એટલે ઘરમાં થયો ઠરીઠામ, 


હવે લાગે ઘર જેલ, નિયમ ને નેવે મેલ, 

'કોરોના' વિશ્વ સાથે, રમી રહ્યો છે ખેલ, 


ચાલ શહેર છોડી, ગામડે ચાલતાં થાય,

ત્યાં ખેતર જાયે, અને તળાવમાં નાહીએ,


કાળઝાળ ગરમીનાં, ન અકળાઈએ,

સીમની ઠંડી ઠંડી હવા, મન ભરીને ખાઈએ, 


કહે બીજો, સાંભળી પહેલાંની વાત,

અલ્યા ! ભણેલી-ગણેલી આપણી જાત,


એમ જાવામાં જોખમ, 'કોરોના' સાથે આવે,

હર્યા-ભર્યા આખા ગામને અભડાવે,


નિરોગી ગ્રામજનોને, સંક્રમણમાં સપડાવે,

ને પછી દવા-દારૂ, દો ગજ કી દૂરી કામ ન આવે,


જો કે મરવું કોઈ ન ટાળે,  

તોય મરવું શીદ અકાળે,


ખૂટે નહીં રાત દિન, ને ખૂટે નહીં વાત,

પળે પળે પાડે 'કોરોના' વજ્રઘાત,


ભય ભડકાવે હવે શહેરનો,

મૂલ્ય સમજાય હવે ગામડાનો, 


પાડી પસીનો મહેલ બનાવ્યા અહીં,

જાઉં શીદ બહાનુ બનવા તહીં, 


આવે ભૂકંપ વાવાઝોડા કે 'મહામારી'

શહેર છોડી જાવું, એમાં શી ખુમારી ?


Rate this content
Log in