ખુદા માફક નહીં આવે
ખુદા માફક નહીં આવે
1 min
214
કહું છું હું મને ત્યાંની હવા માફક નહીં આવે,
ગમે તેવી ભલે હો પણ દવા માફક નહીં,
ભલેને છે દશા મારી તરસ ખાવા સમી હમણાં,
જમાનાની મને બસ આ દયા માફક નહીં આવે,
છું ગુનેગાર હું તારો સદા માનું બધાય ગુના,
મને તું માફ કર એવી સજા માફક નહીં આવે,
કબર જેવી નથી કોઈ જગા શાંતિથી રહેવાની,
મને કોઈ વધારાની જગા માફક નહીં આવે,
ફકત બસ મેં તને મારો ખુદા માન્યો હતો "સંગત",
હવે બીજો મને કોઈ ખુદા માફક નહીં આવે.
