STORYMIRROR

Nirav Rajani "शाद"

Others

4  

Nirav Rajani "शाद"

Others

ખરાં છો તમે તો

ખરાં છો તમે તો

1 min
249

કશું સાચવ્યું ના ? ખરાં છો તમે તો !

કશું જાળવ્યું ના ? ખરાં છો તમે તો !


થયાં એ તો નિષ્ઠુર ન બોલ્યાં કંઈ પણ,

કશું ફાળવ્યું ના ? ખરાં છો તમે તો !


રહે એ સ્મરણમાં દિ' આખો જો કેવા,

કશું તારવ્યું ના ? ખરાં છો તમે તો !


કરી યાદ એનેે ન મેં કદીયે,

કશું ઠેરવ્યુંં ના ? ખરાં છો તમે તો !


"નિરવ" તો રહ્યો સાધુ એને પડી ના,

કશું દાખવ્યું ના ? ખરાં છો તમે તો.


Rate this content
Log in