STORYMIRROR

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

ખોટો.

ખોટો.

1 min
13.1K


મને ખોટો કેહનાર ને કહો કે, 

ખોટાની વ્યાખ્યા સમજાવે, 

ફક્ત પોતાને સાચો શણગારવા, 

મને ખોટો ચીતરવો, 

એની ઔકાત શું ? 

એ વાતો ઉપજાવે,

સત્ય યાદ નથી રાખવું પડતું, 

લોકો સામે રડવું નથી પડતું, 

અનીતિના માર્ગે રડ્યા છે જે, 

એ પાછા મને ડરાવે, 

સમયે હું સૌમ્ય છું,

સમયે હું શૌર્ય છું, 

બનતા પ્રયત્ન કરી લે વાહલા, 

હજુ જીવું છું, 

ખરેખર કાળ છું કંસ માટે, 

એ કંસને કોણ સમજાવે?

શકુનીના પાસા પણ ખોટા પડે, 

જ્યારે મારો રામ રણે ચડે, 

એક સીતાને ઉઠાવી ગયેલ રાવણ, 

આજે સંસ્કારની વાતો બતાવે,

તારા અનેક ઘા હશે, 

મારો હશે એક, 

મને ખોટો કેહતા પેહલા,

તું અરીસામાં દેખ, 

પાકા ઘડે કાંઠા ના ચડે, 

એ તને કોણ સમજાવે ?


Rate this content
Log in