STORYMIRROR

'Sagar' Ramolia

Others

4  

'Sagar' Ramolia

Others

ખિસ્સામાં નથી હોતી

ખિસ્સામાં નથી હોતી

1 min
574

ગઝલની આવડત કોઈના ખિસ્સામાં નથી હોતી,

ને એના કાફિયાની વાત સસ્તામાં નથી હોતી.


કહે છે કોણ કે કરવા પડે ભેગાં બધે ટોળાં,

હશે જેની મજા થોડામાં, ઝાઝામાં નથી હોતી.


આ બળજબરીના સોદાઓ સફળ ક્યારે થવાના છે?

મળે જે લાગણી પ્રેમે, તકાજામાં નથી હોતી.


રહે છે સ્થાનનું જે મૂલ્ય, ઓછું એ થવાનું નહિ,

મજા ચાંદાની સૂરજના ધખારામાં નથી હોતી.


નિજાનંદે બનીને મસ્ત 'સાગર' મોજથી જીવે,

મળે જે મોજ ખુદમાં, એ ઉછીનામાં નથી હોતી.


Rate this content
Log in