STORYMIRROR

Pratiksha Pandya

Others

4  

Pratiksha Pandya

Others

ખીલે રમ્ય ધરા

ખીલે રમ્ય ધરા

1 min
246

રંગ ઉષા આગમને આભે ધીરાં ખીલે રમ્ય ધરા,

રવિરાજ પધારે તેજછડી સંગે ઝીલે રમ્ય ધરા.


ખેડૂ જાતાં ખેતે લણવા ભાગ્ય, ના દિનરાત જુએ,

વેઠી કષ્ટ કરે ભોં લીલી વાવી બીજે રમ્ય ધરા.


હરખે જોઈ લીલી ભૂમી આશા ઉભરાતી આંખે,

તીખા સૂરજ કિરણો લાગે શીળાં શીતે રમ્ય ધરા.


મનસા જગ આખાંની ય વવાતી તો લીલીછમ સાથે,

અન્ન ઉગાડે, પોષે જગ સારાને રીઝે રમ્ય ધરા.


ખુશ્બૂ હરિયાળી ખેતો શી ભીની ય લણાતી પાકે,

જગ આખુંયે માણી તૃપ્તિ જ હૈયે નિત્યે રમ્ય ધરા.


ખેડૂ પાંપણ પણ મલકાતી ખેત નિહાળી લીલા જે,

ઉતર્યા ઇશ ભૂમી પર ખેડૂ શ્રમે પ્રીતે રમ્ય ધરા.


Rate this content
Log in