કહેવું શું
કહેવું શું
કથામાં રામથી રાવણ મરાયો છે, કહેવું શું,
હતી અફવા, સદા ભીતર સવાયો છે, કહેવું શું...
અતીતે આમ તો સીધો રહ્યો છે, ખોતરી ઝખમો,
શબદએ, એક દાવાં પર મપાયો છે, કહેવું શું...
ફરી આવી જો ખંજનમાં મસ્તી, ડૂબી જવાની એ,
મખમલી ગાલ ગુલાબી પરાયો છે, કહેવું શું...
સવિનય શોધશું ડાળી, ટહૂકામાં જ પાળી છે,
અમીરીમાં લતાનો હક કપાયો છે, કહેવું શું...
નથી નિશાન નીચુ એ, સમીસાંજે અટારીમાં,
નજરનાં બાણંથી તો ઘવાયો છે, કહેવું શું...
પતંગિયા તરફદારી કરે એમાં નવાઈ શી,
બગીચો ગુલમોહરથી છવાયો છે, કહેવું શું...
બહેકા'વા, અહીં સાકી કહેશે 'નિત' બેજુબાં,
મધુશાળા તરફ જાતે લવાયો છે, કહેવું શું...