ખબર નથી
ખબર નથી


જીવનમાં
ક્યાં, ક્યારે, શું મળશે? ખબર નથી,
જીવે જાવ બસ,
ક્યાં, ક્યારે, શું થશે? ખબર નથી,
ધારી લઈએ એવું કઇ નહીં થાય,
વિચારી લઈએ એવું કઇ નહીં થાય,
પણ જે થશે એ લગભગ સારું થશે,
પણ ક્યાં અને ક્યારે થશે?ખબર નથી,
આપણી ઈચ્છા કરતાં,
તેનો ન્યાય વધુ યોગ્ય હશે,
એ જોઈ વિચારીને કરશે,
બધું યથાયોગ્ય હશે,
પણ એ શું હશે, કેવું હશે? ખબર નથી,
આપણે ખરેખર, વિચારવાની જરૂર જ નથી,
જરૂર છે તો, વર્તમાનમાં જીવવાની,
જરૂર છે તો, આનંદ લૂંટવાની,
કાલ કોણે જોઈ વહાલા ?
એ મારો રામ જાણે !
બાકી કોણ જાણે? ખબર નથી,
જીવનમાં
ક્યાં, ક્યારે, શું મળશે? ખબર નથી,
જીવે જાવ બસ,
ક્યાં, ક્યારે, શું થશે? ખબર નથી.