STORYMIRROR

SHEFALI SHAH

Others

4  

SHEFALI SHAH

Others

ખબર ક્યાં હતી !

ખબર ક્યાં હતી !

1 min
480

ચાંદને મુઠ્ઠીમાં પામવાની જીદ કરી હતી,

ખબર ક્યાં હતી ચાંદની એક પળ મળશે,


સ્વપ્નને આંખોમાં રોકવાના પ્રયાસમાં,

ખબર ક્યાં હતી આંખોમાં જળ મળશે !


ઝાંઝવાના જળને મુઠ્ઠીમાં કેદ કરવું હતું,

ખબર ક્યાં હતી ફક્ત ઝાંકળ મળશે !


દૂર ક્ષિતિજને આંબવાની આશા હતી,

ખબર ક્યાં હતી પૃથ્વીનું તળ મળશે !


બહુ ગુમાન થયું હતું નસીબ ઉપર ત્યારે,

ખબર ક્યાં હતી કે કોઈ છળ મળશે !


Rate this content
Log in