ખાલીપો
ખાલીપો
1 min
787
લખ્યો એક કાગળ આજે 'ખાલીપા'ના સરનામે,
થયું ખુદને મળી લઉં ખબર પૂછવાના નામે.
શું કરવી મારે કલમ ધારદાર કે શબ્દોની ભરમાર,
ફક્ત લાગણીમાં તરબોળ 'કેમ છે' બન્યું હૈયાધાર.
યાદોના સંભારણા પણ જે પરબીડિયે બંધાયા,
દઈ દસ્તક 'ખાલીપા' સંગ મહેફીલમાં જોડાયાં.
પાણીનું એક ટીપું ઉતર્યું થઈ પાંપણ કિનારે,
વિખરાઈને સમેટાઈ ગયું એ કાગળના સહારે.
પ્રસરાતી શાહીમાં મારા શબ્દો રહ્યાં ઓગળતાં,
કાગળ સંગ હૈયાને મારા જોયું મેં પલળતાં.
લખ્યો એક કાગળ આજે 'ખાલીપા'ના સરનામે
થયું ખુદને મળી લઉં ખબર પૂછવાના નામે.
