કેવું મજાનું આ ઝાડ
કેવું મજાનું આ ઝાડ
1 min
186
કેવું મજાનું આ ઝાડ કેવું મજાનું ?
સૌને ઉપયોગી રે થાય,
આ ઝાડ જોને કેવું મજાનું ?
જમીનનું ધોવાણ અટકાવતું
ને ફળ મીઠાં મીઠાં આપતું
આ ઝાડ જોને કેવુંં મજાનું ?
વરસાદ વધુ લાવતું
પક્ષીઓને રહેઠાણ આપતું
આ ઝાડ જોને કેવું મજાનું.....
તાપમાન ઘટાડતું ને
શુદ્ધ હવા આપતું
આ ઝાડ જોને કેવું મજાનું ?
ખોરાક સૌને આપતું ને
જાતે ખોરાક બનાવતું
આ ઝાડ જોને કેવું મજાનું ?
