STORYMIRROR

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

કેવા રે દુખ અને કેવી નિરાશા.

કેવા રે દુખ અને કેવી નિરાશા.

1 min
26.9K


કેવા રે દુખ અને કેવી નિરાશા.


ફાટેલુ ખીસું ને એમાં ફાટેલી આશા, 

કેવા રે દુખ અને કેવી નિરાશા,

હરવાનું,ફરવાનું,ખાવાના બગાસા, 

કેવા રે દુખ અને કેવી નિરાશા,


રસ્તા ઉપર જાડ ને માથે એની છાંય, 

ઓરડાની જરૂર ક્યા છે મારા ભાઇ,

પગ પર પગ ને એમાંય પંખીની ભાષા, 

કેવા રે દુખ અને કેવી નિરાશા,


તળાવના પાણીની ઠંડક મજાની, 

નાહવાની રીત મારી ઊંચા ગજાની,

નીચે ધરતી ને ઉપર નભના દીલાશા, 

કેવા રે દુખ અને કેવી નિરાશા,


ગમે ત્યાં સવાર થાય ને ગમે ત્યાં રાત, 

કોને ખબર કે કયો છે ધર્મ કે નાત કે જાત, 

હસતો ને ગાતો જોયા કરું તમાશા, 

કેવા રે દુખ અને કેવી નિરાશા.


ફાટેલુ ખીસું ને એમાં ફાટેલી આશા, 

કેવા રે દુખ અને કેવી નિરાશા,

હરવાનું,ફરવાનું,ખાવાના બગાસા, 

કેવા રે દુખ અને કેવી નિરાશા,


Rate this content
Log in